માતા ખેતીની છૂટક મજુરી કરે છે, ઋત્વિકે દરરોજ અપડાઉન કરી હળવદની સાંદિપની શાળામાં અભ્યાસ કરી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું : હવે પોલીસ અધિકારી બની પ્રજાની સેવા કરવાનું સ્વપ્નહળવદ : હળવદ તાલુકાના માથક ગામે રહી રીક્ષા ચલાવતા સામાન્ય પરિવારના દીકરા ઋત્વિક કાંકરેચાએ ધોરણ 12 કોમર્સમાં 98.11 PR મેળવી સમાજનું, પરિવારનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે. પિતા મેહુલભાઈ કાંકરેચા રીક્ષા ચલાવે છે જ્યારે માતા ખેતીની છૂટક મજૂરી કામ કરે છે. કોઈપણ પ્રકારના ટ્યુશન ક્લાસીસ વગર દરરોજ માથકથી હળવદની સાંદિપની ઈંગ્લીશ સ્કૂલમાં અપડાઉન કરતા ઋત્વિક કાંકરેચાએ તાજેતરમાં જ જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના રીઝલ્ટ માં 98.11 PR મેળવી શાળામાં બીજો નંબર મેળવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે નાનપણથી જ ઋત્વિકને અભ્યાસ ક્ષેત્રે લગાવ છે અને ધોરણ 12 કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યા બાદ પોલીસ અધિકારી બની પ્રજાની સેવા કરવાનું સ્વપ્ન છે.