કોઈ પણ પ્રકારના કોચિંગ વિના સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુંમોરબી : પાડધ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સરાસવાડિયાના સુપુત્ર અર્જુન નિલેશભાઈ સરાસવાડિયાએ CBSE ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. અર્જુને આ પરીક્ષામાં 97.80% ગુણ મેળવીને સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.વિષયવાર મેળવેલા ગુણ:• Business Study: 100/100• Accountancy: 99/100• Economics: 97/100કોઈપણ કોચિંગ વિના મેળવી સિદ્ધિ, હવે લક્ષ્ય CA બનવાનુંઅર્જુન બાળપણથી જ અભ્યાસમાં અત્યંત વિલક્ષણ પ્રતિભા ધરાવે છે. સૌથી ખાસ વાત એ છે કે તેણે ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ કોઈપણ પ્રકારના ટ્યુશન કે કોચિંગ ક્લાસ વિના પૂર્ણ કરીને આ સિદ્ધિ મેળવી છે. ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ સમય બગાડ્યા વિના અર્જુને CA (Chartered Accountant)નો અભ્યાસ શરૂ કરી દીધો છે અને એક સફળ CA બનવાનો નિર્ધાર કર્યો છે. અર્જુનની આ અસાધારણ સફળતા બદલ તેને ચોમેરથી અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ મળી રહી છે.#Morbi #MorbiNews #CBSE #Class12Commerce #Topper #ProudMoment #Education #CA #MorbiUpdates