શ્રદ્ધા સોસાયટી, નીલકંઠ સોસાયટી અને વાડી વિસ્તારમાંથી ચાર બાઈક ઉપરાંત માલમતા ચોરી ગયા, શ્વાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકયા મોરબી : મોરબીના નવલખી રોડ ઉપરની બે સોસાયટી અને વાડી વિસ્તારને તસ્કરોએ ધમરોળી નાખી પાંચેક મકાન નિશાન બનાવ્યા હતા અને ચાર બાઈક તેમજ અન્ય માલમતાની ચોરી કરી હોવાની વિગતો સાંપડી રહી છે. મોરબીના નવલખી રોડ ઉપરની બે સોસાયટી અને વાડી વિસ્તારમાં બનેલી ચોરીની ઘટના અંગે ભોગ બનેલા શ્રદ્ધા પાર્કમાં રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાકટર અશોક વ્રજલાલ રાઠોડે જણાવ્યું હતું કે ગતરાત્રીના તસ્કરોએ શ્રદ્ધા પાર્ક, નીલકંઠ અને વાડી વિસ્તારના મકાનને નિશાન બનાવી ચાર જેટલા બાઈક ઉપરાંત અન્ય માલમતા ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું. જો કે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.