પોલીસ ચોકીની બાજુમાં જ આવેલા ત્રણ કવાટર્સમાં તાળા તોડી ચોરીનો પ્રયાસ : એક મોબાઈલ ગયો મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીની બાજુમાં જ આવેલા ત્રણ કવાટર્સમાં આજે વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા અને તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરી એક કવાટર્સમાંથી મોબાઈલ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલસ પોલીસ ચોકી નજીકના ત્રણ સ્ટાફ કવાટર્સને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં એક કવાટર્સ બંધ હોય કોઈ ચોરી થઈ ન હતી. જયારે એક કવાટર્સમાંથી મોબાઇલની ચોરી થઈ હતી. આ ઉપરાંત અન્ય એક કવાટર્સના તાળા તોડવા પ્રયાસ થયો હતો પરંતુ તાળું ન તૂટતા તસ્કરોને ફોગટ ફેરો થયો હતો. ચોરીની ઘટના અંગે સ્ટાફ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.