મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી પાર્કમાં બનેલી ઘટના મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી પાર્કમાં પિયર ગયેલી પત્નીને તેડવા ગયેલા ઘરધણીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ સહિત 43,400ની માલમતા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી પાર્કમાં આરડીસી બેંકની સામેની શેરીમાં ભાડાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા કૃણાલભાઇ કિશોરભાઇ રાવલના પત્ની અમદાવાદ પિયર ગયા હોવાથી કૃણાલભાઈ મકાન બંધ કરી તેમના પત્નીને તેડવા ગયા હતા એ અરસામાં તસ્કરોએ મકાનના મેઇન દરવાજાનુ તાળુ તોડી મકાનમા પ્રેવેશ કરી રૂમની અંદર રહેલ લોખંડની તીજોરીનો લોક તોડી રોકડ રૂપિયા 20 હજાર, બુટી સોનાની જોડી એક આશરે આઠેક ગ્રામ કિ.રૂ.10 હજાર, કાનની શેર જોડી એક આશરે આઠેક ગ્રામ રૂપિયા 8000, નાકના દાણા સોના ચાર નંગ કિ.રૂ.1000 એક નાના છોકરાનો સોનાનુ ઓમ કિ.રૂ.આશરે 400 તથા ચાંદીની કડલી જોડી નંગ-1 કિ.રૂ.500, ચાંદીના સાકળા જોડી બે કિ.રૂ.1000, એક એમ.આઇ કંપની નો એન્ડ્રોઇડ ફોન સીમ કાર્ડ વગર નો કિ.રૂ.2000 તથા એક સાદો સેમંસગ કંપની નો મોબાઇલ કિ.રૂ.500 મળી 43,400 રૂપિયાની ચોરી થઈ હોવાનું જાહેર કર્યું છે. ચોરીની આ ઘટના અંગે કૃણાલભાઈની ફરિયાદને આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..