મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આવેલ નિતીનનગરમાંથી અજાણ્યા તસ્કરો મૂળ અમદાવાદના વતની અને હાલ નાની વાવડી ખાતે રહેતા અજય પ્રવીણભાઈ સોલંકીનું રૂપિયા 90 હજારની કિંમતનું રોયલ ઇનફીલ્ડ બુલેટ ગત તા.24 ફેબ્રુઆરીના રોજ ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.