મોરબી : ઉત્તર ભારતમાં વસતા લોકો દ્વારા છઠ્ઠ પૂજાનો તહેવાર ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દેશભરમાં ભાનુ સપ્તમી અને છઠ્ઠ પૂજાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં વસતા બિહારના વતની પરિવારજનો દ્વારા પણ છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઈ હતી. જેમાં રામધન આશ્રમ ખાતે આવેલા કુંડમાં બિહારના પરિવારજનો દ્વારા સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું અને સૂર્ય દેવની પૂજા કરવામાં આવી હતી.