સાત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા : દીકરીઓને સોના-ચાંદીના દાગીનાથી લઈ જીવન જરૂરિયાતની 101 જેટલી ચીજવસ્તુઓ ભેટ અપાઈમોરબી: મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે સાઈબાગ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સાત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીનાથી લઈ જીવન જરૂરિયાતની 101 જેટલી ચીજવસ્તુઓ ભેટ અપાઈ હતી. ઉપરાંત દાતાઓ તરફથી મનમુકીને દાનની સરવાણી વહાવી હતી. આ સમૂહ લગ્નમાં ગોસ્વામી સમાજના સંતો મહંતો, મોરબી રાજકોટ ભગવા ગ્રુપના આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને મોરબી ગોસ્વામી સમાજના પત્રકાર અલ્પેશભાઈ ગોસ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ શ્રી મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહ લગ્નોત્સવના સફળ આયોજનને બિરદાવી અભિનંદન પાઠવી યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે રામધન આશ્રમ મોરબી મહંત ભાવેશ્વરીબેને જણાવ્યું કે, આપના પરિવારમાં આપ બધા સંપીને રહો. ભગવાન ભોળાનાથના ઘરમાં આખું કુટુંબ પુજાણું સ્વભાવ જુદા - જુદા પણ બધાય પુજાય છે. કાચબો, સિંહ, નાગ, પણ કદાચ તમારા ઘરની અંદર વાલી દીકરીઓ- ભર્તાવો કઈ કદાચ કોઈ મનમેળના હોય તો મનમેળ કરી લેજો. આ સમૂહ લગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજશગીરી મગનગીરી, પુર્વ પ્રમુખ અમિતગીરી ગોસ્વામી સહિત સભ્યની ટીમે જહેમત ઉઠાવી હતી. મહિલા મંડળ દ્વારા પ્રમુખ રશ્મિબેન ગોસ્વામી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના જમણવારના દાતા સિરામિક ઉદ્યોગપતિ યજ્ઞેશભાઈ પટેલે સહયોગ આપ્યો હતો. મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મુકેશગીરી હીરાગીરી ટંકારા, ભરતગીરી ચંદુગીરી, સોમગીરી પ્રભાતગીરી, ડો મનિષગીરી કાન્તિગીરી, હસુબાપુ ભગવા રંગ ભોલેકા ગ્રુપ રાજકોટ, હસમુખગીરી ભગવા ગ્રુપ મોરબી ચેતનગીરી સુરેશગીરી ( વાંકાનેર ) સહિત મહાનુભાવો સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.