મોરબી : મોરબીના નહેરૂગેટ ચોક વિસ્તારમાં મહાપાલિકાએ ગઈકાલે સાંજે રેકડી અને પાથરણાવાળાઓના દબાણને હટાવ્યા હતા. આ ઉપરાંત વેપારીઓએ પણ દુકાન બહાર રાખેલી વસ્તુઓ હટાવી હતી. આ ઝુંબેશ બાદ ચોકમાં લોકોને ચાલવાની તેમજ વાહન પાર્ક કરવાની જગ્યા થઈ ગઈ હતી. પરંતુ હજુ આ ઝુંબેશને 24 કલાક થઈ નથી. ત્યાં જ ફરી જુના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ રેકડી સહિતના દબાણો જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ ચોક કાયમી ક્યારે દબાણમુક્ત બનશે તે જોવું રહ્યું.