મોરબી : મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિલાઈ મશીન દ્વારા બહેનો પોતાના પગભર થઈ પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે તેવા હેતુથી મોરબીના મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી વિધાનસભાના સદસ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી કલેક્ટર જી. ટી. પંડ્યા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આવા અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી તેની એક આગવી ઓળખ ઉભી કરી છે. આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.