વાંકાનેર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે એક દિવસનો કેમ્પ યોજી વેપારીઓને પરમિશન આપી : પ્લાસ્ટિક પ્રતિબંધ માટે વેપારીઓએ સહકારની ખાતરી આપી વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં તેમજ નેશનલ હાઇવે પર મોડી રાત્રી સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે ગુજરાત સરકારના પરિપત્ર અનુસંધાને એક દિવસના સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જે વેપારીઓને મોડી રાત્રી સુધી હોટલ કે દુકાનો ખુલ્લી રાખવી હોય તેમને ફોર્મ ભરાવી તાત્કાલિક પ્રમાણપત્ર આપી સવારે 6 થી રાત્રીના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે પરમિશન આપવામાં આવેલ. આ ઉપરાંત વાંકાનેર વિસ્તારમાં પ્લાસ્ટિકના સંપૂર્ણ પ્રતિબંધ મામલે વેપારીઓનો સાથ-સહકાર માંગેલ જેમાં વેપારીઓએ પણ પ્લાસ્ટિક ન વાપરવા કે ન વેચવા માટે ખાત્રી આપેલ છે અને જો કોઈ વેપારી પ્લાસ્ટિક નું વેચાણ કરશે તો તેમને રૂપિયા 4000 નો દંડ ફટકારવામાં આવશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne