મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં ફરસાણના દુકાનદારે આર્થિક સંકળામણના લીધે જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના વતની અને હાલ નાની વાવડી ગામના ગાયત્રીનગરમાં રહેતા રાકેશભાઈ શશિકાન્તભાઈ શેઠ (ઉ.વ. આશરે 40)એ ગઈકાલે તા. 28ના રોજ સવારે ઘરેથી પોતાની ફરસાણની દુકાન 'ગજાનન'માં પહોંચી પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં રાકેશભાઈએ આર્થિક ભીંસને કારણે અંતિમ પગલું ભર્યું છે. હાલમાં પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.