મોરબી : મોરબી શહેરમાં વસતા કૈલા પરિવારનું સાતમું સ્નેહ મિલન તારીખ 29/12/19ને રવિવારના રોજ યોજાનાર છે. બાયપાસ રોડ, વાવડી ચોકડી સ્થિત પવિત્ર હોલ ખાતે બપોરે 2 કલાકે આયોજિત આ સ્નેહમિલન સંમેલનમાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કૈલા પરિવારના ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાનાર હોય તારીખ 20 ડિસેમ્બર પહેલા માર્કશીટની ઝેરોક્ષ, એમ.પી. ચેમ્બર્સ, નકલંક હોસ્પિટલ સામે, શનાળા રોડ, અશોકભાઈ કૈલા મો.નં. 9825779718 અથવા એ.વન. સુપર માર્કેટ, પહેલો માળ, પ્રભુકૃપા, અમીધારા હોસ્પિટલ પાછળ, મહેન્દ્રનગર, અમૃતભાઈ કૈલા મો.નં. 9737911011 પર પહોંચાડવા એક યાદીમાં જણાવાયું છે. મોરબી શહેરમાં વસવાટ કરતા કૈલા પરિવારમાં તારીખ 1/1/19થી આજ સુધીમાં જન્મેલી દીકરીઓના જન્મ તારીખના દાખલા ઉપરોક્ત સ્થળે પહોંચતા કરવા અનુરોધ કરાયો છે. આ દીકરીઓને અશોકભાઈ કૈલા હરિપરવાળા તરફથી ભેટ અર્પણ કરાશે. વધુ માહિતી માટે કમલેશભાઈ 9898656985 અથવા નારણભાઇ 9825827548 પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.