એક જ સ્થળેથી મળશે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ: સંબંધિત ગામોના નાગરિકોને લાભ લેવા વહીવટી તંત્રનો અનુરોધમોરબી અપડેટ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે શરૂ કરાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે માટે અંદાજે 30 જેટલા ‘સેવા સેતુ’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આગામી તારીખ 21 સપ્ટેમ્બર 2026 ના રોજ મોરબી તાલુકાની જોધપર નદી પ્રાથમિક શાળા તથા ટીંબડી પ્રાથમિક શાળા ખાતે સવારે 09:00 થી સાંજે 05:00 કલાક દરમિયાન ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે.જોધપર નદી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કેમ્પમાં ઘુનડા (સ), અદેપર, લખધીરનગર, જોધપર નદી, જુના જાંબુડીયા, મકનસર, બંધુનગર, ગીડચ અને પાનેલી ગામના નાગરિકો લાભ લઈ શકશે. જ્યારે ટીંબડી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કેમ્પમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર, અમરનગર, નવા સાદુળકા તથા જુના સાદુળકા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ‘સેવા સેતુ’ કાર્યક્રમોમાં વિવિધ સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો અને અન્ય કલ્યાણકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સંબંધિત તમામ ગામોના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારી સેવાઓનો લાભ લેવા મોરબી ગ્રામ્ય મામલતદાર કે.ડી. બુસા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SevaSetu #SevaSankalpAbhiyan #JodhparNadi #Timbdi #GujaratGovernment #MorbiAdministration