વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે આગામી તારીખ 13ને સોમવારના રોજ માતંગી મોઢેશ્વરી માતાજીનો બીજો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ યોજાશે. શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા વાંકાનેર તાલુકાના તીથવા ગામે જડેશ્વર મહાદેવના મંદિર નજીક, ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં સોમવારે ભવ્યાતિભવ્ય બીજો મંગલમય પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ યોજાનાર છે.જેમાં સવારે 7:00 કલાકે હોમાત્મક નવચંડી યજ્ઞ, બપોરે 12:45 કલાકે ધ્વજા રોહણ, 1:00 સમૂહ મહાઆરતી તથા બપોરે 1:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. હોમાત્મક નવચંડી યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રીજીશ્રી હિમ્મતલાલ જોશી બિરાજશે. મંગલમય કાર્યક્રમમાં સવારથી જ સર્વે માઈ ભક્તોને હાજર રહેવા અને સહયોગ આપવા જાહેર અનુરોધ કરાયો છે. સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાનપદે અતુલભાઇ નવલશંકર દવે પરિવાર(મૂ. સરપદડ હાલ રાજકોટ)રહેશે. આ પ્રસંગે શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીને છપ્પનભોગ ધરાવવામાં આવશે.અન્નકૂટના દાતા પંકજભાઈ કિશોરભાઈ દવે પરિવાર રાજકોટ છે. મંગલમય કાર્યક્રમ અંગે વધુ વિગત માટે ગિરધરભાઈ જોશી મો. નં.98253 14121, પંકજભાઈ દવે 98241 62393, પરેશભાઈ વજરીયા 98252 32605,નીશીથભાઈ જોશી 9426915123, હરેશભાઈ પારેખ 94282 77679,રમેશભાઈ જોષી 98795 56730નો સંપર્ક કરવા જણાવાયુ છે.