કોરોના કહેરને ધ્યાને લઈને ભીડનો ખતરો ટાળવા આ સમૂહલગ્ન નવદંપતી પરિવારના ઘર આંગણે જ યોજાશે ટંકારા : ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજના પ્રથમ સમૂહ લગ્નની ભવ્ય સફળતા બાદ મહિલા સમિતિ દ્વારા દ્વિતીય સમૂહલગ્ન આવતીકાલે તા. 26ને ગુરુવારે તુલસી વિવાહના પાવન દિવસે યોજવા જઇ રહ્યા છે. ત્યારે આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ છે કે એકીસાથે 26 યુગલ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડશે. તે પણ કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ. જેમાં સમાજના કમીટી મેમ્બર દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે સમૂહ લગ્ન એક સ્થળ પર ન શક્ય હોય કારણ કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછાં ૬ થી ૭ હજાર માણસો ભેગા થતાં હોવાથી આ સમૂહ લગ્ન નવદંપતી પરિવારના ઘર આંગણે જ યોજવાનું નકકી કરાયું છે. સમુહલગ્નમાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા અલગ-અલગ નિયમો નક્કી કરવામાં આવેલ સમૂહ લગ્ન એક જ દિવસની અંદર યોજવાના રહેશે. સવારે 08:00 મંડપ રોપણ, બપોરે સીમિત માણસોની હાજરીમાં જમણવાર, 2.30 વાગ્યે જાન આગમન, 4:30 સમાજના કમીટી મેમ્બર અને દાતાઓ દ્વારા નવદંપતીને આશીર્વાદ 5.00 વાગ્યે હસ્તમેળાપ 6.00 વાગ્યે ભોજન સમારોહ તે પણ ફક્ત 150 માણસોથી વધુ ન હોવા જોઈએ. તેમજ 7.00 વાગ્યે કન્યા વિદાય આ રીતે 26 યુગલ પરિવારને ત્યાં કાર્યક્રમનું શેડ્યુલ રહેશે. આ સમૂહ લગ્નમાં કન્યાઓને 77 પ્રકારની વસ્તુ સ્વરૂપે દાતાઓ દ્વારા કરિયાવર આપવામાં આવશે. તેમજ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા નવ દંપતીઓના ઘરે જ લગ્ન યોજના હોવાથી ચોરી મંડપના 5,000 તેમજ 15000 જમણવારના શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યાઓના માતા-પિતાને આપવાનો નિર્ણય કરેલ છે. આ સમૂહ લગ્નમાં હાલ ચાલતા કોરોનાને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેમજ માસ્ક પહેરવું ફરજીયાત અને કોઈની સાથે હાથ ન મીલાવવા તેના માટેની સતત સૂચના મેસેજ દ્વારા આપવામાં આવે છે. આ સમૂહ લગ્નમાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કંકોત્રી માટે કેલેન્ડર રૂપી કંકોત્રી આપવામાં આવેલ છે. જે પણ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક ઉમદા નિર્ણય લેવામાં આવે છે. કારણ કે કંકોત્રી પાંચ-સાત દિવસ સાચવતા હોય છે. જ્યારે આ કૅલેન્ડરરૂપી કંકોત્રી એક વર્ષ સુધી દિવાલ ઉપર રહેશે. આ સમૂહ લગ્ન ઉત્સવની તૈયારી માટે પ્રમુખ અશોકભાઈ ડી. પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ બી. ઢેઢી, મંત્રી લવજીભાઈ ઢેઢી, સંજયભાઈ ભાગિયા, હસમુખભાઈ દુબરીયા તેમજ સર્વે કમીટી મેમ્બર, શિક્ષક રાજુભાઈ મેરા, વિરજીભાઇ ગોસરા, ચુનીભાઇ ઢેઢી તેમજ આગેવાન જસમતભાઈ ઢેઢી, જગદીશભાઈ દુબરીયા, રસિકભાઈ દુબરીયા, મહેશભાઈ દુબરીયા, દિલીપભાઈ દુબરીયા, હરેશભાઈ ભાગીયા, ગણેશભાઈ ગોસરા, મગનભાઈ ગોસરા, પ્રવીણભાઈ ભાગીયા, જીતેન્દ્રભાઈ ગોસરા, પ્રવીણભાઈ ડાકા, પ્રફુલભાઈ ડાકા, હેમરાજભાઈ ઢેઢી, કરિયાવર ખરીદી અતુલભાઇ ભાગીયા, લગ્નવિધિ કીટ તેમજ અજયભાઈ સંઘાણી, અલ્પેશભાઈ મુંજાત, ભૌતિકભાઈ ડાકા સર્વે યુવા કમિટી મીડિયા તથા તરૂણાબેન ઢેઢી, ગીતાબેન ભાગીયા, રસીલાબેન દુબરીયા, ગીતાબેન દુબરીયા, ઇલાબેન ભાગીયા સર્વે મહિલા સમિતિ તથા શૈક્ષણિક સંકુલના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી આ દ્વિતીય સમૂહ લગ્નને ચાર ચાંદ લગાવી દીધેલ છે. કોવીડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, માસ્ક બાંધવું ફરજિયાત તથા કોઈએ હાથ ન મિલાવવો તેવું સમાજ દ્વારા વારંવાર વિડિયોથી સમાજને માહિતીગાર કરવામાં આવે છે. આ માટેની પ્રમુખશ્રીએ ખાસ તકેદારી રાખવા સર્વેને વિનંતી કરવામાં આવેલ છે તથા તેમને જણાવ્યું છે કે કેસરી સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા નિર્માણ થયેલ શૈક્ષણિક સંકુલ ટૂંક સમયમાં સમાજને અર્પણ કરી દેવામાં આવશે. આ તકે તેઓએ સમાજના દરેક નાગરિકનો શૈક્ષણિક સંકુલમાં ફાળો આપવા બદલ આભાર વ્યક્ત કરેલ છે.