ધર્મવીર ભારતીના અદ્ભૂત પુસ્તક ગુનાહો કા દેવતા પર થશે રસપ્રદ ચર્ચામોરબી : મોરબીના પુસ્તકપ્રેમીઓ માટે મોરબી અપડેટ દ્વારા ચાલતો એક વિશેષ શો એટલે 'Inside The Book'. જેમાં નિષ્ણાંતો પાસેથી પુસ્તકને લગતી તમામ માહિતી આ શોના માધ્યમથી મોરબીવાસીઓને પીરસવામાં આવે છે.'Inside The Book'નો બીજો એપિસોડ આવતીકાલે રવિવારે બપોરે 1 કલાકે યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવશે. જેમાં મૂળ મોરબીના અને હાલ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગોકુલપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જનાર્દનભાઈ દવે સાથે ધર્મવીર ભારતીજીના પુસ્તક ગુનાહો કા દેવતા પર રસપ્રદ ચર્ચા થશે. તેઓ પોતે તેમજ અનેક વખત રાજ્યકક્ષાએ કાવ્યલેખનમા પણ વિજેતા થયાં છે એટલે એમની અનોખી શૈલીમાં આ બુક વિશે અવનવી વાતો થશે. જે જોવાનું ચુકશો નહિ.