મોરબી : મોરબીમાં નહેરૂગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ જવાના રસ્તે પૂનમ મોબાઈલ પાસે ઉભરાતી ભૂગર્ભ ગટરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થઈ રહ્યા હોય તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.