મોરબી : મોરબીના ગાળા ગામના સરપંચે એકને એક પુત્રના લગ્ન કોરોના કાળને ધ્યાનમાં લઈને ઘરમેળે કરીને સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે તેઓએ સરપંચ તરીકે આરૂઢ હોય કોરોના પ્રત્યે જાગૃતિ દાખવીને બીજાને પણ જાગૃત થવાની હાંકલ કરી છે. મોરબી તાલુકાના ગાળા ગામના સરપંચ તરીકે કાર્યભાર સંભળતા મગનભાઈ જગાભાઈ સુખી સંપન્ન છે. ઉપરાંત તેઓને એકનો એક પુત્ર છે. આ પુત્રના લગ્ન ધામધૂમથી કરાવવાનું તેઓએ વર્ષો પૂર્વે સ્વપ્ન જોયું હતું. પણ કોરોનાકાળના કારણે જે મહેમાનો આવે તેના જીવ ઉપર પણ જોખમ અને પરિવારના સભ્યોના જીવ ઉપર પણ જોખમ સર્જવાને બદલે તેઓએ પરિવારના દસેક સભ્યોની હાજરીમાં જ પોતાના પુત્રના લગ્ન ગોરખીજડિયા ગામના ભીખાભાઈ ગાંડુભાઈ ગોરિયાની પુત્રી સાથે કરાવ્યા હતા.