સ્વ.જસવંતીબેન સવજીભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પુત્રોમોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સ્વ.જસવંતીબેન સવજીભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે નરેન્દ્રભાઈ સવજીભાઈ સરડવા, વિપુલભાઈ સવજીભાઈ સરડવા, ઉમેશભાઈ સવજીભાઈ સરડવા, ઈશિત નરેન્દ્રભાઈ સરડવા, ક્રિના-ક્રિવા ઉમેશભાઈ સરડવા સહીતના પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતું. આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.