સ્વચ્છતા અભિયાનની ટીમે ગંદકીની સફાઈ કરીને લોકોને સ્વચ્છતા જળવવા માટે જાગૃત કર્યા મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા ગીતાંજલિ સ્કૂલ પાસે સઘન સફાઈ કરવામાં આવી હતી.સ્વચ્છતા અભિયાનની ટીમે ગંદકીની સફાઈ કરીને લોકોને સ્વચ્છતા જળવવા માટે જાગૃત કર્યા હતા.જ્યારે સોસાયટીઓમાં સફાઈ બાબતે જાગૃતિ આવે તે માટે સ્વચ્છતા સભા યોજીને લોકોને પ્રેરણારૂપ સંદેશ આપવામાં આવે છે. મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટિમ છેલ્લા ઘણા સમયથી મોરબીને સ્વચ્છ બનાવીને ફરીથી પેરિષ તરીકેની ઉપમા આપવા કમર કસી રહી છે.સ્વચ્છતા અભિયાની ટીમમાં તબીબો,ઉધોગપતિઓ,પ્રતિષ્ઠિત અગ્રણીઓ,બુઝુર્ગો અને બાળકો સહિતના જાગૃત નાગરિકો સ્વયં ઝાડુ અને પાવડા તગરા લઈને જે તે વિસ્તારમાં સઘન સફાઈ કરે છે.ખાસ કરીને રવિવારની રજનો સદુપયોગ કરીને જાગૃત જાગૃત નાગરિક તરીકેનું કર્તવ્ય ઉમદા ભાવથી નિભાવર છે અને દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે.ત્યારે આજે રવિવારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારસ ગીતાંજલિ સ્કૂલ પાસે, વૈભવનગર પાસે (ધુતારી કાંઠે), મોરબી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને આ વિસ્તારોની સઘન સફાઈ કરીને ચોખોચણાક કરી દેવામાં આવ્યો હતો. હવે દર રવિવારે એક સોસાયટી વિસ્તારમાંમાં સફાઈ કરવામાં આવશે. સોસાયટી વિસ્તારમાંમાં લોકો જાગૃત થાય અને બીજે પણ ગંદકી ના કરે અને સાફ સફાઈ રાખે એવો સંદેશ આપ્યો છે. અને સાથે શનિવારે રાત્રે સ્વચ્છતા સભા પણ યોજીને સોસાયટીના લોકોને જાણ કરી સફાઈ અભિયાનમાં જોડાવા આહવાન કરાઈ છે.મોરબીની કોઈ પણ સોસાયટી વિસ્તારમાં કે કોઈ પણ સ્કૂલ સ્વચ્છતા માટે અભિપ્રાય અને કોઈ પણ રવિવારે સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા માટે મોબાઇલ નંબર ૯૯૦૯૯ ૮૮૭૮૫, ૯૭૨૭૭ ૭૦૨૭૧ ઉપર કોન્ટેક કરવા સ્વચ્છતા અભિયાન સમિતિની યાદીમાં જણાવાયું છે.