સમાજના મજબૂત સામાજિક બંધારણ ઘડવાના ઉદ્દેશ્ય સાથે રવાપર-લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ખાતે ભવ્ય આયોજન કરાયું મોરબી : સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું આદર્શ અને મજબૂત સામાજિક બંધારણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમરસ યુવા સંગઠન દ્વારા મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાજને વધુ સંગઠિત અને પ્રગતિશીલ બનાવવા માટે એક સર્વગ્રાહી બંધારણ ઘડવું એ આજના સમયની માંગ છે, જેના ભાગરૂપે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આગામી તારીખ 02/05/2026, શનિવારના રોજ સવારે 09:30 કલાકે મોરબીના રવાપર-લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ખાતે આ મહાસંમેલન યોજાશે. ત્યારબાદ બપોરે 11:30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. આ ભોજન પ્રસાદના દાતા તરીકે વિરપર ગામના કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા રહ્યા છે. આ સંમેલનનો મુખ્ય હેતુ પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવા, કુરિવાજોને તિલાંજલિ આપવા અને શિક્ષણના વ્યાપને વધારવાનો છે. આ કાર્યક્રમમાં કનીરામદાસજી બાપુને જગતગુરુની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત થતા સમરસ યુવા સંગઠન દ્વારા તેમનું ભવ્ય સન્માન અને અભિવાદન કરવામાં આવશે. તેમજ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુગાદી વડવાળા મંદિર, દુધરેજ ધામના લઘુ મહંતની પદવી નાગરદાસજી બાપુને મળતા તેમને પણ સન્માનિત કરવામાં આવશે. આ મહાસંમેલનમાં વડવાળા મંદિર, દુધઈ ધામના રામબાલકદાસજી બાપુ, વડગુરુ ગાદી આપાજાલા ધામ, મેસરીયાના બંસીદાસજી બાપુ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ખાનકોટડા મંમાઈ માતાજી મઢના ભૂવા લક્ષ્મણઆતા નારણઆતા અને અદેપર મંમાઈ માતાજી મઢના ભૂવા સવાઆતા લક્ષ્મણઆતા પણ હાજર રહેશે. #Morbi #MorbiUpdate #RabariSamaj #SamarasYuvaSangathan #MahaSammelan #MorbiNews #Gujarat