સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ પેપરની અછત : ઇસ્ટેપીગ માટે એક જ કોમ્પ્યુટર હોવાથી વકીલો અને લોકોને ભારે મુશ્કેલી મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ પેપરની ભારે અછત હોવાની બુમરાણ ઉઠી છે. જ્યારે ઇસ્ટેપિંગમાં પણ ભારે મુશ્કેલી સજાઈ છે. જેમાં એક જ કોમ્પ્યુટર હોવાને કારણે દરરોજના આશરે 125 જેટલા ઇસ્ટપિંગ થઈ શકતા હોવાથી વકીલો અને આમ જનતાને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આથી, આ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરી સ્ટેમ્પ પેપર અને ઇસ્ટપિંગમાં વકીલો અને સામાન્ય લોકોને ભારે હાલાકી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેગ્યુલર સ્ટેમ્પ પેપરની ભારે અછત સર્જાઈ છે. જ્યારે ઇસ્ટેપિંગમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મોટા વકીલ સમુદાય અને લોકો સામે એક જ કોમ્પ્યુટર હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. જેમાં વકીલો અને સામાન્ય લોકોના આશરે 125 જેટલા જ ઇસ્ટપિંગ થઈ શકે એમ છે. એથી, વધારાની કેપેસિટી નથી.જ્યારે દરરોજના આશરે 300 જેરલ લોકો ઇસ્ટેપિંગ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ આવે છે.પરંતુ 125 જેટલા ઇસ્ટપિંગ થતા હોવાથી બાકીના લોકોને ખોટા ધક્કા થાય છે. ઇસ્ટપિંગ માટે ટોકન સિસ્ટમ છે. એક દિવસ વહેલા એના માટે નોંધણી કરાવવાની રહે છે. ત્યારે માંડ ચાર પાંચ દિવસે વારો આવે છે. એમાં પણ ફોર્મ ભરવા માટે પણ મુશ્કેલી ઉભી થાય છે. જેમાં નિયમ એવો હોય છે કે 500થી નીચેના સ્ટેમ્પ હોય છે. ફિઝિકલ રીતે આપવા પડે છે. પરંતુ મોરબીના એકપણ સ્ટેમ્પ વેન્ડર પાસે સ્ટેમ્પ પેપર નથી અને પોસ્ટ ઓફિસમાં પણ સ્ટોક ખલાસ છે. 50 કે 100 રૂપિયાના સ્ટેમ્પ આપતા નથી. જ્યારે મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીની સાથે બે ત્રણ જગ્યાએ ઇ સ્ટેપમીગની સુવિધા આપવામાં આવી છે પરંતુ જવાબદારો મનમાની ચલાવે છે એથી લોકો હેરાન થાય છે. જ્યારે ફોર્મ ભરાવમાં પણ લોકો લૂંટાઈ છે. ઇસ્ટમપિંગ ભારે અવ્યવસ્થા હોવાથી વકીલો અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સુવિધાનો વ્યાપ વધારામાં માટેની માંગ કરાઈ છે પણ કોઈ કાર્યવાહી ન થતા વારંવાર લોકોને માથાકૂટ કરવી પડે છે.