માળીયા (મી.) : મોટા દહીંસરા ગામના હૂંબલ પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે લોકડાયરામાં એકઠો થયેલ ફાળો દાનમાં આપવાની જાહેરાત કરેલ એ મુજબ મોટા દહીંસરાની શાળાઓમાં રકમ દાન કરેલ હતી. મોટા દહીંસરા ગામના પરબતભાઇ ભવાનભાઈ હૂંબલ (સીતાબેન પરબતભાઇ આહીર વિદ્યાલય-મોરબી)ની દીકરી માયાબેનના લગ્ન પ્રસંગે આયોજીત લોકડાયરામાં જે પૈસા જમા થયા હતા. તેમાંથી જે રકમ મળેલ તે રકમ સ્મશાન,શાળા,પ્રભાતફેરી વગેરે કામમાં દાન આપવાની જાહેરાત થયેલ હતી. જાહેરાત મુજબ મોટા દહીંસરાની કુમાર શાળામાં રૂ.20000નું દાન,કન્યા શાળામાં રૂ.20000નું દાન એમ ગામની 2 પ્રાથમિક શાળાને કુલ રૂ.40000 દાન આપવામાં આવેલ હતું.ગામમાં સારા કામો થાય એવા વિચારથી પરબતભાઇ હૂંબલએ આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ બદલ મોટા દહીંસરા કન્યા, કુમાર શાળા પરિવારે પરબતભાઇ હૂંબલ અને મોટા દહીંસરાના હૂંબલ પરિવારનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે આ લગ્નપ્રસંગે રાજભા ગઢવી અને રશ્મિતાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..