રોવર પ્રજ્ઞાનની સોલાર પેનલ પણ એક્ટિવ થઇ ગઈ મોરબી : ઇસરો દ્વારા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને લઈને ખુશીના સમાચાર શેર કર્યા છે. ઇસરોએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે રોવર પ્રજ્ઞાનની મૂવમેન્ટ પ્લાન મુજબ જ થઈ રહી છે. ચંદ્રમાની સપાટી પર રોવર પ્રજ્ઞાને 8 મીટર સુધીની સફર ખેડી પોતાના કામમાં લાગી ગયું છે. વધુમાં જણાવાયું હતું કે, પ્રજ્ઞાનના તમામ પ્લાન્ડ રોવર મૂવમેન્ટ વેરિફાઈ કરી લેવાઈ છે. પેલોડ LIBS અને APXS શરુ થઈ ગયા છે. પ્રોપલ્શન મૉડ્યૂલ, લેન્ડર મૉડ્યૂલ અને હાલમાં રોવર પ્રજ્ઞાન ઉપર તમામ પેલોડ નોમિનલી પ્રદર્શન કરી રહ્યાં છે. ચંદ્રયાન 3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક લેન્ડિંગ થયા બાદ રોવર પ્રજ્ઞાન બહાર આવી સફળતા પૂર્વક કામ કરવા લગતા ઇસરોના પોતના ત્રીજા મૂન મિશનને લઈને દર કલાકે નવી નવી જાણકારીઓ આપવામાં આવી રહી છે. સ્પેસ એજન્સી ઈસરોએ મોટી ખુશખબરી આપતા વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે બે સેગમેન્ટવાળા વિક્રમ લેન્ડરના રેમ્પને રોવરને નીચે ઉતારવામાં મદદ કરી. જે બાદ રોવરનું સોલર પેનલ પણ ખોલવામાં આવ્યું કે જેથી પાવર જનરેટ કરી શકાય. ચંદ્ર પર લેન્ડિંગના લગભગ અઢી કલાક બાદ જ બુધવારની રાત્રે લેન્ડર વિક્રમથી રોવર પ્રજ્ઞાન બહાર આવી ગયું હતું. ઈસરોએ રોવરની નીચે ઉતર્યું તે દરમિયાન વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં લેન્ડરનું રેમ્પ ખુલતા જ તેમાંથી રોવર ધીમે-ધીમે બહાર આવ્યું. હવે શુક્રવારે સાંજે શેર કરવામાં આવેલા ઈસરો દ્વારા તાજા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે બહાર આવતા જ રોવરના સોલર પેનલ પણ ખુલી ગયા અને કામ કરવા લાગ્યા. ઈસરોએ ટ્વીટ કર્યું- બે સેગમેન્ટવાળા રેમ્પના રોવરને રોલડાઉનની સુવિધા પ્રદાન કરી. એક સોલર પેનલના રોવરને પાવર જનરેટ કરવામાં સક્ષમ બનાવ્યું.સીએચ-3 મિશનમાં કુલ 26 તૈનાતી તંત્ર, યૂ આર રાવ સેટેલાઈટ સેન્ટર/ઈસરો, બેંગલુરુમાં વિકસિત કરવામાં આવ્યા હતા.આ પહેલા ઈસરોએ ગઈકાલે સવારે ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાનના લેન્ડર વિક્રમ બહાર નીકળતા અને તેમાં ચંદ્રમાની સપાટી પર ચાલતો એક શાનદાર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો લેન્ડરના ઈમેજર કેમેરાએ બનાવ્યા છે. ઈસરોએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર આ વીડિયો શેર કરતા મેસેજમાં લખ્યું- અને ચંદ્રયાન 3નું રોવર, લેન્ડરમાંથી નીકળીને આ રીતે ચંદ્રમાની સપાટી પર ચાલ્યું અને તમામ પ્રવૃત્તિઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલે છે. તમામ પ્રણાલીઓ સામાન્ય છે. લેન્ડર મૉડ્યૂલમાં રહેલા ઈલ્સા (ઈન્સ્ટ્રૂમેન્ટ ફોર લૂનર સીસ્મિક એક્ટિવિટી), રંભા (રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈપરસેન્સેટિવ આયનોસ્ફિયર એન્ડ એટમોસ્ફિયર) અન ચેસ્ટ શરુ થઈ ગયા છે. રોવરે ચાલવાનું શરુ કરી દીધું છે. પ્રોપલ્શન મોડ્યૂલમાં રહેલા શેપ (સ્પેક્ટ્રો પોલરિમેટ્રી ઓફ હેબિટેબલ પ્લાનેટ અર્થ) પેલોડનું સંચાલન પણ શરુ થઈ ગયું છે.