મોરબીમાં રોટરી કલબ સંસ્થાએ કોમ્યુટર અને મોબાઈલ ગેમમાં રચ્યા-પચ્યા બાળકોમાં ખરા અર્થમાં કુદરતી કૌશલ્ય વિકસાવવા ધમાલગલી નામનું પ્લેટફોર્મ આપ્યું મોરબી : આજના હાઈટેક યુગમાં ખૂબ જ નાનીવયમાં બાળકોને મોબાઈલનો ચસ્કો લાગે છે અને આજના બાળકો મોબાઈલને રમત ગમતનું પ્લેટફોર્મ માનીને વિવિધ ગેમ રમવામાં મશગુલ રહે છે.હવે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે, કદાચ આવનારી પેઢીને શેરી રમતોનું જરાય જ્ઞાન નહિ હોય. હકીકતમાં શેરી રમતો બાળપણ કુદરતી રીતે વિકસતું હોય છે. આથી જ મોરબીમાં રોટરી કલબ દ્વારા આયોજિત ધમાલગલી નામના કાર્યક્રમમાં વિસરાતી શેરી રમતો પુનઃ જીવિત થઈ હતી અને શેરી રમતો રમીને બાળકો પણ અનેરો આનંદ અનુભવ્યો હતો. રોટરી કલબ ઓફ મોરબી દ્વારા જી.આઇ.ડી.સી. રોડ મોરબી ખાતે ‘ધમાલગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શેરી રમતો બાળકો રમીને પોતાનું કુદરતી રીતે કૌશલ્ય વિકસાવી શકે તે માટે રોટરી કલબ સંસ્થાએ આ સુંદર મજાનું આયોજન કર્યું હતું. જેમાં બાળકોને તમામ પ્રકારની શેરી રમતો રમવામાં માટે મોકળું મેદાન આપ્યું હતું. આ રમતોમાં લંગડી, દોરડા, આંધડોપાડો, ધમાલ ધોકો, નાળીયેર ફેંક જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘણા બાળકોએ આવી રમતો પહેલી વાર રમી હતી. પણ એ રમતનું જ્ઞાન આપ્યા બાદ બાળકોએ ભમરડા ફેરવવા, દોરડા કુદ, લખોટી સહિતની અનેક શેરી રમતો રમીને મોબાઈલ ગેમ કરતા પણ આ રમતો ઘણી જ સવાઈ હોવાની અનુભૂતિ કરી હતી અને હવેથી શિક્ષણમાંથી નવરાશના સમયે આવી શેરી રમતો રમવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે બાળકોમાં રમતોનું અનેરૂ મહત્વ રહેલું હોય છે.આવી રમતો દ્વારા તેમનામાં પડેલી સુશુપ્ત શક્તિઓ બહાર લાવી શકાય છે.તેમણે રમતોમાં ભાગ લેનાર રમતવીર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.આ પ્રસંગે ઓમ શાંતિ સ્કુલના પ્રમુખ ટી.ડી.પટેલે પ્રસંગોચિત ઉદ્દબોધન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં પીયુષભાઇ બોપાલીયા,બંસીબેન શેઠ,રસીતાબેન લાકડાવાલા,રોટરી કલબના સભ્યો સહિત બાળકો ઉપસ્થિત રહયા હતાં. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..