લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર રહેલા આરોપીને એલસીબીએ ઝડપી દ્વારકા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબી એલસીબી ટીમે આજે બાતમીના આધારે સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી દ્વારકામાં ત્રણ વર્ષ પહેલાં લૂંટ કરનાર કુખ્યાત સાતનારી ગેંગના સાગરીતને ઝડપી લીધો હતો. એલસીબીએ લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપીને દ્વારકા પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવની મોરબી એલસીબી પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ ગામની સીમમાં રહેતા વિરુબેન મંગાભાઇ માણેક નામના મહિલા ગત તા.1/6/2017ના રોજ રાત્રીના સમયે પોતના ઘરે સુતા હતા. તે સમયે પાંચ અજાણ્યા બુકાનીધારી શખ્સો ત્યાં લૂંટના ઇરાદે ત્રાટકયા હતા અને પાંચેય શખ્સોએ મહિલાને છરી બતાવીને તેમની પાસેથી રોકડ, સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.3.43 લાખનો મુદામાલ લૂંટી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસની તપાસમાં આ લૂંટ સાતનારી ગેંગએ આચરી હોવાનું ખુલતા જે તે સમયે પોલીસે સાતનારી ગેંગના અન્ય આરોપીઓને ઝડપી લીધા હતા. પણ આ ગેંગનો એક સાગરીત ધીરુ મનજીભાઈ સોલંકી રહે મૂળ માળીયા હાટીના, જૂનાગઢ, હાલ સિક્કા જામનગર વાળો ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. આ આરોપી મોરબી હોવાની બાતમી મળતા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટના સંદીપસિંહે અને મોરબી જિલ્લા પોલીસ વડાની સુચનાને પગલે મોરબી એલસીબી ટીમે લૂંટના આરોપી ધીરુ મનજી સોલંકીને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. આ આરોપી અગાઉ જામનગર, ખંભાળિયા, જામજોધપુર અને લાલપુરમાં લૂંટ તથા લૂંટ વિથ મર્ડરના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું ખુલ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne