મોરબી : મોરબીના ધી રોર ક્રિકેટ ક્લબ દ્વારા તારીખ 25 એપ્રિલ થી 3જી મે સુધી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધી રોર લિગ સિઝન-1 મોરબીના 8-એ નેશનલ હાઈવે પર રિવેરા સિરામિકની બાજુમાં આવેલા દરિયાલાલ પ્લાઝાની પાછળ યોજાશે. જેમાં 360 ડિગ્રી બોક્સ મિનિ સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટ યોજાશે. એન્ટ્રી ફી 4 હજાર રાખવામાં આવી છે. 10 ઓવરની મેચ રહેશે અને એક ટીમમાં 8 ખેલાડી રમી શકશે. વિજેતા ટીમને 1 લાખ અને રનર્સ અપને 21 હજાર રૂપિયા એનાયત થશે. તો આ ટુર્નામેન્ટમાં ટીમ નોંધાવવા માટે મો.નં.6354584297 અથવા 7043111711 પર સંપર્ક કરવા જણાવાયું છે.