જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાની દરખાસ્તને પગલે 400 મીટર લાંબો અને 5.50 મીટર પહોળો સીસી રોડ બનશે ટંકારા : ટંકારા કન્યા છાત્રાલયનો માર્ગ હવે રાજપથ રોડથી ઓળખાશે.જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાની દરખાસ્તને પગલે કન્યા છાત્રાલયની બાળાઓને ઉબડ ખાબડ રોડ આને ધુળની ડમરી માથી છુટકારો મળશે.400 મીટર લાંબો અને 5.50 મિટર પહોળો સીસી રોડ બનશે .RTE હેથળ ટ્રાન્સપોર્ટ ની દરખાસ્ત ની રજૂઆત ને તાત્કાલિક ન્યાય ની ખાત્રી આપી ટંકારા ના ઓટાળા સિટ ના જીલ્લા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટિયા ને ઓરપેટ કન્યા છાત્રાલય વાળો રોડ જે કલ્યાણપર ને ટંકારા પોલીસ સ્ટેશન સુધી નો રસ્તો ભંગાર હાલત હોય અભ્યાસ કરતી બહેનો ની રજૂઆત હોય જેમા આ રોડ ઉપર સિસી રોડ બનાવવા માટે જીલ્લા પંચાયત માથી મંજુરી ની મોહોર માટે દરખાસ્ત કરી છે . જેમા 400 મીટર નો લાંબો અને 5.50 મિટર પહોળો રોડ હવે રાજપથ ના નામે ઓળખાશે।અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા ઉમીયા પરિવાર નો સમુહ લગ્નોત્સવ ઓરપેટ ખાતે યોજાઇ છે ત્યારે સમાજ ને પણ આ રોડ ઉપયોગી થશે. રાજકોટીયા ઓનધસ્પોટ કામ કરવા અને રજૂઆત મળે તાકીદે યોગ્ય કરવા જાણીતા છે ભાઈ બીજ ના દિવસે કન્યા છાત્રાલય ની બહેનો ને ભેટ સ્વરૂપે તેની સુવિધા માટે રોડ દરખાસ્ત કરાવી ખરા અર્થમાં તહેવાર ની ઉજવણી કરી છે સાથે RTE મુજબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને અપડાઉન માટે રીક્ષા ની દરખાસ્ત કરી અને વાલી ને ટ્રાન્સપોર્ટ પેટે 350 રૂપિયા મળવા પાત્ર રકમ તાત્કાલિક મળે તે માટે શિક્ષણ વિભાગ ને ભલામણ કરી છે