રોડ પર પાણીના ભરાવા અને ગંદકીથી સ્થાનિકો હેરાન: બાળકોને શાળાએ મોકલવા પણ મુશ્કેલ બન્યામોરબી : મોરબી નજીક આવેલા નાની વાવડી ગામના રસ્તા પર શાંતિનગર 1 સોસાયટી વિસ્તારમાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર રસ્તા અને પાણીના ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ રસ્તા પર આખા ગામનું પાણી વહી રહ્યું છે, જેના કારણે ચારેય તરફ કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે અહીંથી ચાલીને નીકળવું પણ દુષ્કર બન્યું છે. ખાસ કરીને નાના બાળકોને શાળાએ કેવી રીતે મોકલવા તે અંગે વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકા અને તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી ભૂગર્ભ ગટર કે પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા કાન ધરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ વહેલી તકે આ બિસ્માર રસ્તાનું સમારકામ કરી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #NaniVavdi #BadRoads #Waterlogging #CivicIssues #MorbiMahanagarpalika