મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામેથી જીકીયારી ગામ તરફ જવાના રસ્તે ઉકરડા નડતરરૂપ બન્યા હતા. અડધો રસ્તો ઉકરડાના કારણે બંધ થઈ ગયો હતો. જેથી ચકમપર ગ્રામ પંચાયત દ્વારા આ ઉકરડા જેસીબીથી હટાવીને રસ્તાને ચોખ્ખો કરવામાં આવ્યો હોવાનું ગ્રામ પંચાયતની યાદીમાં જણાવાયું છે.