મોરબી : મોરબીના નટરાજ ફાટક ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેને લઈને નટરાજ ફાટક ક્રોસ કરીને મહારાણા પ્રતાપ સર્કલ તરફ જતો રસ્તો આગામી ત્રણ મહિનાથી વધુ સમય સુધી બંધ કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ લાલબાગ દિવસ પાસે વૈકલ્પિક રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે.પોલીસ અધીક્ષક તથા ડીવાયએસપીની સૂચના બાદ ટ્રાફિક પીઆઈએ જણાવ્યું છે કે, નટરાજ ફાટક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોય નટરાજ ફાટક ક્રોસ કરીને મહારાણા પ્રતાપ સર્કલ તરફ જતો વાહન વ્યવહાર બંધ કરી તેની જગ્યાએ વૈકલ્પિક રૂટ તરીકે લાલબાગની દિવાલની સામે નવો બનાવેલો આરસીસી રોડ પર વાહન ચલાવવા. આ રસ્તો ત્રણ મહિનાથી વધુ સમય સુધી બંધ રહેશે. તેમજ મહારાણા પ્રતાપ સર્કલ તરફથી મોરબી શહેરમાં આવતો ટ્રાફિક તેના રૂટ પર જ ચાલુ રહેશે જે બાબતે તમામ વાહન ચાલકોને ધ્યાન આપવા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..