વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય સર્જાતા વાહનચાલકો પરેશાન: સર્વિસ રોડ બનાવવા માંગ મોરબી અપડેટ: મોરબીના નેશનલ હાઈવેથી મહેન્દ્રનગર ચોકડીને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પર ડામરનું નામનિશાન જોવા મળતું નથી અને કીચડનું સામ્રાજ્ય સર્જાતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.આ રોડ પર હાલમાં બ્રિજની કામગીરી ચાલી રહી છે. જોકે બ્રિજનું કામ શરૂ કરતા પહેલાં બંને બાજુના સર્વિસ રોડ વ્યવસ્થિત કરાયા નથી. રસ્તા પર ડામર ન હોવાને કારણે અને વરસાદ પડવાથી આખો રસ્તો કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે. મોટા ખાડા અને કીચડને કારણે વાહનચાલકો માટે આ રસ્તેથી પસાર થવું અઘરું બન્યું છે. વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MorbiRoads #MahendranagarChokdi #BadRoadCondition #PublicDemand #Morbi