રોડ પર મસમોટા ખાડાઓથી ટ્રાફિક અને અકસ્માતનો ભય વધ્યોમોરબી અપડેટ: મોરબીમાં રવિરાજ ચોકડીથી લઈને નેક્સસ સિનેમા સુધીના રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આખો માર્ગ મોટા મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. ડામર ધોવાઈ જવાના કારણે વાહનચાલકોને આ રસ્તેથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રોડની આવી ખરાબ સ્થિતિના કારણે વાહનોની ગતિ સાવ ધીમી પડી જાય છે, જેનાથી રોજીંદી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. કાર, બાઇક કે ભારે કોમર્શિયલ વાહનો ચલાવતા લોકોને પોતાના વાહનોમાં નુકસાની થવાની સાથે અકસ્માતનો પણ ડર સતાવી રહ્યો છે.રોજિંદા હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, ત્યારે રસ્તાની આવી દુર્દશાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરીને નવો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકોની પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RoadCondition #TrafficIssue #PublicProblem #Gujarat