શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ સુધીના માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે: લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલમોરબી: મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી અંતર્ગત મેઈન રોડ પર લાઈનો નાખવાની હોવાથી, શહેરીજનોની સુરક્ષા અને કામગીરીની સરળતા માટે શહેરના કેટલાક મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બંધ રહેનાર માર્ગોની વિગત:• રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર અને જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધી: આ માર્ગ તારીખ 07/06/2026 થી 14/06/2026 (દિન-8) સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.• શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધી: આ રોડ પર કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનવ્યવહાર માટે રસ્તો બંધ રહેશે.આ કામગીરીને પગલે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને નોંધ લેવા અને ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #TrafficAlert #MorbiNagarPalika #RoadClosed #DevelopmentWork #MorbiNews