મોરબી : લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી રસ્તો તાત્કાલીક અસરથી બંધ કરેલ હોય જ્યાં સુધી ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યા સુધી ડાયવર્ઝન ની કામગીરી શક્ય ન હોય વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૪મી ઓક્ટોબર સુધી લખધીરપુરથી કાલિકાનગર જવા માટેના રસ્તા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ રસ્તાના વિકલ્પે કાલિકાનગર જોઈનીંગ નીચીમાંડલ, રાતાભેર રોડ (કાલિકાનગર જવા માટે)નો ઉપયોગ કરી શકશે.આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર બનશે.