રસ્તો બન્યાના માત્ર 15 દિવસમાં જ ખાડા પડી ગયા: રસ્તો યોગ્ય કરવા માંગ વાંકાનેર (મોરબી અપડેટ): જામસર ચોકડીથી મક્તનપર જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો જામસર, માટેલ, વાંકાનેર અને પાડધરા સહિતના 7 થી 8 જેટલા ગામોને જોડતો માર્ગ છે, જ્યાં સતત વાહનોની ભારે અવરજવર રહે છે. રસ્તાની અત્યંત ખરાબ હાલતના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકે જણાવ્યું હતું કે માત્ર 6 મહિના પહેલા જ આ રસ્તા પર 1 ઇંચ ડામર પાથરીને કામગીરી કરવામાં આવી હતી. પરંતુ નબળી કામગીરીના કારણે માત્ર 15 દિવસમાં જ રસ્તા પર ખાડા પડી ગયા હતા. હાલ 6 મહિના જેટલો સમય વીતતા રસ્તો સાવ ધોવાઈને બિસ્માર થઈ ગયો છે. અગાઉ કલેક્ટરે પોતાની મુલાકાત દરમિયાન આ રસ્તો યોગ્ય કરી આપવા જણાવ્યું હતું, છતાં હજુ સુધી રસ્તો રીપેર કરવામાં આવ્યો નથી. ત્યારે સ્થાનિકોએ સત્વરે આ રસ્તો વ્યવસ્થિત કરવા માંગ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #Jamsar #Maktanpar #BadRoads #PublicIssue #GujaratNews