એક જ વર્ષમાં રોડ તહસ-નહસ થઈ ગયો ખરાબ રોડને કારણે જીવલેણ અકસ્માત રોજિંદા બન્યા હળવદ: હળવદથી ટીકર રણ ગામને જોડતા એકાદ વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલો રોડ માત્ર એક વર્ષમાં જ તૂટી ગયો છે. જેથી અહીંથી પસાર થતા વાહનચાલકોને અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. હાલ ચોમાસામાં મોટા ભાગે ખરાબ થઈ ગયેલા રોડ રસ્તાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. સાથે જ ખરાબ થઈ ગયેલા રોડને કારણે અવારનવાર અકસ્માતના ભોગ પણ વાહનચાલકો બની રહ્યા છે. હળવદથી ટીકર(રણ) ગામને જોડતો રોડ એકાદ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ એક વર્ષમાં જ અહિથી પસાર થતાં વાહનોનો ભાર ન જીરવી શક્યો હોય તેમ ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. સાથે જ હાલ વરસાદી વાતાવરણ વચ્ચે ખાડા પણ પાણીથી ભરાઈ ગયા હોય જેથી અહીંથી પસાર થતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વધુમાં મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન ધર્મેન્દ્રભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ૧.૮૦ કરોડનાં ખર્ચે બનેલો રોડ હાલ તૂટી ગયો છે અહીં રોડના કામમાં કરવામાં આવેલી ગેરરીતિ પહેલા જ વરસાદે ઉઘાડી પાડી દીધી છે. આ અંગેની રજૂઆત સ્ટેટ આરએન્ડબીના અધિકારીઓને પણ અનેકવાર કરવામાં આવી છે. પરંતુ તેઓની કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત હોય તેમ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજે પણ એક કાર ચાલક રોડ પર પહેલા ખાડામાં ખાબકતા લોહીલુહાણ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..