શનાળા રોડ ઉપર સિવિલ હોસ્પિટલ ચોક, જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ પાસે ખાડાઓનું બુરાણ કરવા કામગીરી શરૂ કરાઇ મોરબી : મોરબીમાં ભારે વરસાદમાં માર્ગોની બદતર હાલત થઈ ગઈ છે. ખાસ કરીને માર્ગો પર પડેલા જીવલેણ ખાડાઓને લઈને લોકોમાં ધગધગતો આક્રોશ છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદ રહેતા માર્ગોની ટેમ્પરરી મરમત્ત હાથ ધરવામાં આવી છે. જેમાં શનાળા રોડ ઉપર સિવિલ હોસ્પિટલ ચોક, જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ પાસે ખાડાઓનું બુરાણ કરવાની કામગીરી શરૂ કરી છે. મોરબીમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં માર્ગો એટલી હદે ખંડિત થયા છે કે મોટાભાગના માર્ગો ચાલવા યોગ્ય રહ્યા નથી. માર્ગોની આવી ખરાબ હલતને કારણે લોકોની મુશ્કેલીઓનો પાર જ રહ્યો નથી. ખરાબ માર્ગોના કારણે લોકોની સહન શક્તિનો અંત આવી જતા એક જાગૃત યુવાને આંદોલન કરવાનું રણશીંગુ ફૂંકી દીધું છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેમના હસ્તકના શહેરના માર્ગોના પરના ખાડા બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજા સહિતના દ્વારા શનાળા રોડ ઉપર સિવિલ હોસ્પિટલ ચોક, જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ પાસે ખાડાઓનું બુરાણ કરવા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.