રોડની હાલત પણ બિસ્માર : તંત્રની કાર્યવાહીની રાહ જોતા લોકો મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ખુલ્લી ગટરોના કારણે જાનહાની થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સાથોસાથ બિસ્માર રસ્તાના કારણે પણ લોકો પીડાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોરબીનો જુના રફાળેશ્વર રોડ ધમધમતો રહે છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા રહે છે. આ રોડ ઉપર અનેક ગટર ઢાંકણા વગરની ખુલ્લી છે. જેથી વાહનચાલકો ઉપર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. બીજી બાજુ આ રસ્તો પણ અતિ બિસ્માર હાલતમાં છે. ચોમાસા બાદ આ રસ્તાની હાલત અત્યંત કથળી જતા લોકો ત્રસ્ત થયા છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાકીદે કાર્યવાહી હાથ ધરાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.