ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રસ્ત : અનેક રજૂઆતો છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબીના સાવસર પ્લોટ શેરી નંબર 9 માં ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતા ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે.ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતવાથી તેમાં ચાર પાંચ વાહનો ફસાયા હતા અને ગટરની ગંદકી ભારે ફેલાતી રોગચાળાનું જોખમ વધ્યું છે.અનેક રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. મોરબીના સાવસર પ્લોટ શેરી નંબર 9 માં આવેલી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતા ગંભીર સમસ્યા ઉદભવી છે.આ ગંભીર સમસ્યા મામલે સ્થાનિકોએ તંત્ર પર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે.જેથી ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાઈ છે અને ગટરના ગંદા પાણી શેરીમાં રેલાતા હોવાથી બેસુમાર ગંદકી ફેલાય છે.મચ્છરોનો ભારે ઉપદ્રવ રહે છે તેથી સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉદ્દભવ્યો છે.જીકે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી આ ગટરમાં ચારથી પાંચ વાહનો ફસાયા છે.આથી વાહન ચાલકો પર અહીંથી પસાર થતી વખતે અકસ્માતનું જોખમ રહે છે.તેથી આ ગંભીર સમસ્યાઓ ઉકેલવા માટે તંત્ર વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.