દારૂ આપનાર બુટલેગરનું નામ ખુલ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના ઢુંવા ગામેથી પોલીસે મેકડોવેલ નંબર વન વ્હિસ્કીની બે બોટલ સાથે રીક્ષા ચાલકને ઝડપી લઈ દારૂ સપ્લાયર બુટલેગર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે જુના ઢુંવા ગામેથી જયદીપભાઇ હરેશભાઇ અસ્વાર નામના રીક્ષા ચાલકને વિદેશી દારૂ મેકડોવેલ નંબર વનની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લીધો હતો. આરોપી જયદીપની પૂછપરછમાં દારૂની આ બોટલ નવા ઢુવા ગામે રહેતા મોહબતસીંહ ચૌહાણ પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રિહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..