ટંકારા : ટંકારા-મોરબી હાઈવે રોડ પર પોલીસ દ્વારા 160 લીટર દેશી દારૂ ભરેલ રીક્ષાને ઝડપી પાડવામાં આવી છે. રાજકોટ-ટંકારા-મોરબી હાઈવે રોડ પર ખજુરા હોટેલ પાસે ગઈકાલે જયંતિભાઈ રામભાઈ વઢીયારાને પોતાની રીક્ષા રજી નં- G-J-૦૩-AZ-5231માં પ્લા.ના સફેદ બાચકામાં કેફી પ્રવાહી ભરેલ દેશી દારૂ પ્લા.ની 32 કોથળીઓ, જે એક કોથળીમાં આશરે 5 લીટર ભરેલ હોય તેમ કુલ 32 કોથળીઓમાં દેશી દારૂ લીટર આશરે 160, જેની કિ.રૂ. 3200 સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂ અને રીક્ષા મળી કુલ કી.રૂ. 53,200નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..