મોરબી-જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે મારામારીની ઘટનામાં રીક્ષાચાલક સહિત બે સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે ટ્રકની આગળ રીક્ષા ઉભી રાખવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા રીક્ષાચાલક સહિત બે શખ્સોએ ટ્રક ચાલક ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ટ્રકચાલકે બે શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરા તાલુકામાં રહેતા ટ્રક ચાલક ધરમપાલ જગદીશપ્રસાદ જાટ (ઉ.વ.૩૮) એ આરોપીઓ સી.એન.જી. રીક્ષા નં-GJ 36 U 6990 વાળી રીક્ષાચાલક તથા તેની સાથેનો એક માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૨ ના રોજ પીપળી ગામ શીવ પાર્ક પાસે મોરબી જેતપર રોડ ઉપર ફરીયાદી પીતાની ટ્રક ટ્રેઇલર નંબર-RJ-52-GA-4238 વાળી લઇને જતા હતા. ત્યારે આરોપીએ પોતાની સી.એન.જી.રીક્ષા નં-GJ-36-U-6990 વાળી રીક્ષા ટ્રક આગળ ઉભી રાખી રીક્ષાચાલક તથા તેની સાથેનો એક બીજો માણસ તેની રીક્ષામાથી નિચે ઉતરી ફરીયાદીને કહેલ કે તુ કેમ તારો ટ્રક માથે નાખે છે તેમ કહી રીક્ષાચાલક પાસે લાકડી હોય, જેના વડે ફરીયાદીના ટ્રકના ડ્રાઇવર સાઇડના દરવાજાનો કાચ તથા સાઇડ ગ્લાસ તોડી તથા ફરીયાદીને હાથમા લાકડીનો ઘા મારી તેમજ એમ ઝાપટ મારી ફરી.ને સામાન્ય ઇજા પહોચાડી બન્ને જણાએ ફરીયાદીને જેમ તેમ ગાળો બોલી રીક્ષા લઇ ભાગી ગયા હતા. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..