મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપરથી પોલીસે મુસાફરોની હેરફેર કરવાને બદલે દારૂની હેરફેર કરી દારૂની બાટલી વેચવા નીકળેલા રીક્ષા ચાલકને ઝડપી લઈ તાલુકા પોલીસે રીક્ષા પણ કબ્જે કરી હતી. મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમમાં તીર્થક પેપરમીલ પાસે શંકાના આધારે સીએનજી રિક્ષાના ચાલક રાહુલભાઇ ભુપતભાઇ ધંધાણીયા (રહે. લીલાપર)ને અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન વ્હિસ્કીની બોટલ કિંમત.375 મળી આવતા પોલીસે બજાજ કંપનીની CNG રિક્ષા નં. GJ-36-U-2683 કિં.રૂ. 70,000 અને દારૂની બોટલ મળી કુલ રૂ. 70,375નો મુદ્દામાલ કબ્જે કરી રાહુલ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..