બસ ચાલુ-બંધ થતી હોવાની રાવ, મોટા અવાજ આવતા હોય અને એસી પણ બંધ હોવાની ફરિયાદ : બસ ચાલુ ન થતા એક કલાકથી મુસાફરો પરેશાનhttps://youtube.com/shorts/TXUFpzQ7MHs?si=VlroHAyAyKcdtYP6મોરબી : મોરબીથી અમદાવાદ જતી બપોરના સમયની ખખડધજ બસે મુસાફરોને હેરાન કરી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બીજી તરફ એસટી દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક બસની વ્યવસ્થા પણ કરવામાં ન આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે બસમાં મુસાફરી કરી રહેલા ઉમંગભાઈ પટેલે જણાવ્યુ કે અમદાવાદ-મોરબીની નવી વોલ્વો બસ ચાલુ થઈ હતી. થોડા દિવસ જ આ બસ ચાલુ રાખી બંધ કરી દેવામાં આવી છે. હાલ જે બસો ચાલે છે તે ખખડધજ હાલતમાં છે. એસટી દ્વારા પૈસા પુરા લેવામાં આવે છે પણ અંદર કોઈ ફેસિલિટી હોતી નથી. આજે અમદાવાદ જવા માટે હું હાઉસિંગ સોસાયટીએથી બપોરે 1:10 કલાકે બસમાં બેઠો છું. હજુ બસ નીચી માંડલ જ છે. અહીં એક કલાકથી બસ બંધ થઈ ગઈ છે. બસમાં ખરાબીના કારણે મોટા અવાજ આવી રહ્યા છે. એસટીના ઉપરી અધિકારીએ બીજી બસ મોકલવાની ના પાડી દીધી છે. તેઓ એમ કહી રહ્યા છે કે પાછળ એક બસ આવશે તેમાં બેસાડી દઈશું. આમ ટિકિટના પુરા પૈસા દીધા હોવા છતાં મુસાફરો હેરાન થઈ રહ્યા છે.