મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને ચાઈલ્ડલાઇન ટીમની સહિયારી કામગીરી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને ચાઈલ્ડલાઇન ટીમના સહયોગથી મોરબીમાં ભૂલા પડેલા ધ્રાંગધ્રાનાં તરુણનો વાલી સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક તરુણ તા. 5/11/2021 નાં રોજ મળી આવેલ હોય, તરૂણને પોલીસ મારફત ચાઈલ્ડલાઇન ઓફિસ ખાતે આશ્રય આપીને તેના પરિવારની શોધખોળ શરૂ કરેલ હતી. તે દરમ્યાન જાણવા મળ્યું કે તરુણ ધ્રાંગધ્રાનાં ઘનશ્યામગઢ ગામનો રહેવાસી છે. જેથી, તરુણનાં વાલીનો સંપર્ક કર્યો અને તરુણને તેના વાલીને સોંપેલ આવેલ હતો. આ કામગીરી ચાઈલ્ડ લાઇન 1098 મોરબી ટીમનાં કો-ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા તેમજ તેમની ટીમનાં સભ્ય નમીરા બ્લોચ, કિરણબા વાઘેલા, ભાવેશ ચૌહાણ, અંકિતા ચોહાણ, પ્રવીણભાઈ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી બાળ સુરક્ષા એકમ મોરબી, મોરબી પોલીસ એ ડિવિજન, જિલ્લા સમાજ સુરક્ષા, ચાઇલ્ડલાઇન ૧૦૯૮નાં સહ્યારા સંકલનથી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..