મોરબી : હાલ સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે.ત્યારે કોરોનાની મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર થનાર છે.જેમાં મોરબી જિલ્લાના ધો.12 સાયન્સની પરીક્ષાના 2274 વિધાર્થીઓનું કાલે પરિણામ જાહેર થશે ગત માર્ચ માસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10,.12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષાઓ પૂર્ણ થતાની સાથે જ કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.હાલ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધો 12 સાયન્સની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.જેમાં www.gseb.org પરથી સવારે 8 કલાકથી ઓનલાઇન પરિણામ જોઈ શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ગત માર્ચ માસમાં બોર્ડની પરીક્ષા લેવાય હતી.જેમાં 11 બિલ્ડીંગ અને 118 જેટલા બ્લોકમાં ઘો.12 સાયન્સ બોર્ડની પરીક્ષા લેવાય હતી અને 2274 જેટલા વિધાર્થીઓએ ઘો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા આપી હતી.આ વિધાર્થીઓનું કાલે પરિણામ જાહેર થશે.