મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા દેશના નાગરિકોમાં રાષ્ટ્ર ભક્તિની ભાવનાના પ્રગટીકરણ માટે માધ્યમ મળી રહે તથા દેશભક્તિ ગીતોનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે એકલ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જુદા જુદા વિભાગોમાં 57 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે પરમાર હારા (જ્ઞાનપથ), દ્વિતીય ક્રમે રાંકજા જીલ (નવયુગ સંકુલ), તૃતિય ક્રમે રાજપરા સત્યમ (આર્યવ્રત) વિજેતા જાહેર થયા હતા. માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે અવની ગોસ્વામી (નવયુગ સંકુલ), દ્વિતીય ક્રમે ધ્રુવી કડિવાર (આર્ય વિધાલય) તથા તૃતિય ક્રમે ઝાલા મુગ્ધરાજસિંહ (નવયુગ વિધાલય) વિજેતા જાહેર થયા હતા. ભારત વિકાસ પરિષદના સભ્યો માટેની સ્પર્ધામાં રવીન્દ્રભાઈ પ્રથમ, ડો. ઉત્સવભાઈ દ્વિતીય તથા દિલીપભાઈ તૃતીય રહ્યા હતા. જ્યારે ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે અંજનાબેન નિમાવત દ્વિતીય ક્રમે રાજપરા કાજલબેન તથા તૃતિય ક્રમે સાંચલા ગીતાબેન વિજેતા રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભાર્ગવભાઈ દવે, ડો. પ્રેયષભાઈ પંડ્યા, અશ્વિનભાઈ બરાસરા તથા દેવેનભાઈ વ્યાસે સેવા આપેલ હતી. વિજેતાઓને યોગ્ય પુરસ્કાર તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આગામી દિવસોમાં આપવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસના પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઈ બોપલીયા, પ્રોજેક્ટ ચેરમેન ડો. જયેશભાઈ પનારા તથા સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.