મોરબી : હવામાન વિભાગ દ્વારા મોરબીમાં ગુરુવારે એટલેકે આવતીકાલે તા.29ના રોજ પણ હવામાન વિભાગની ચેતવણીના પગલે એલર્ટ જાહેર થયેલ છે અને મોરબી જિલ્લાના ઘણાબધા રસ્તાઓ તૂટી ગયેલ હોય સામાન્ય અવરજવર સંભવ ન હોવાના કારણે વિકટ પરિસ્થિતિ ઉદભવી છે તેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાની તમામ કોર્ટમાં વકીલ તથા પક્ષકારોના હિતમાં દરેક મેટરમાં યથાવત સ્થિતિ રાખવા માટે તમામ કોર્ટના ન્યાયધીશોને અરજ કરવા જિલ્લા વકીલ મંડળ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની યાદીમાં જણાવાયું છે.